STORYMIRROR

Dharmesh Kagadiya

Inspirational

4  

Dharmesh Kagadiya

Inspirational

જાવું છે

જાવું છે

1 min
241

નહીં પડે ખબર આજ કોઈને, નીરવ બનીને જાવું છે, 

ન પુછતા કારણ મને, એક પહેલી બનીને જાવું છે, 


નથી થવા દીધી ક્યારેય ખરાબ, મેં, મારી તસ્વીરને,

તમે ઝાંખી નહીં થવા દો, તે વિશ્વાસ મુકીને જાવું છે,


આ નવરંગી દુનિયામાં ખૂબ હર્યો છું ફર્યો છું, 

આજ તો મારે કાંટાળી કેડી ખેડીને જાવું છે, 


નહીં પડે જરૂર ભોમિયાની મને, આ રસ્તે આજ, 

અણધાર્યો રસ્તો છે, ત્યાં ક્યાં પુછીને જાવું છે,


નહીં દઈ શકે તુ જવાબ કોઈના આજે "નીરવ",

તારે તો આજ, કાયમનું મૌન ધરીને જાવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational