નથી માંગતો
નથી માંગતો
1 min
215
નથી હું અમીર કે હવે થવા માંગતો.
સાથે અમીરાત નથી લઈ જવા માંગતો.
બચી છે જે ક્ષણો ફાંટ બાંધી લેવા દો,
અહીં વધારે હું નથી ખર્ચવા માંગતો.
ન આવ્યું કોઈ પાછું કંઈક તો હશે ત્યાં,
હું પણ પાછો નથી વળવા માંગતો.
ભલે વધ્યા હોય હવે આખરી શ્વાસ,
કોઈ પાસેથી હું ઉધાર નથી લેવા માંગતો.
જાણું છું ઈશ્વર તુ છે ત્યાં મળી લઈશ,
તને હું અહીં નથી બોલાવવા માંગતો.
