રાવણ વધ
રાવણ વધ
હતો શિવભક્ત ને હતો શક્તિશાળી રાવણ,
જ્ઞાનિ હોવા છતાં અજ્ઞાની બન્યો હતો રાવણ,
શ્રીરામ ભગવાનના હાથે મોક્ષ કાજે,
સીતામાનું હરણ કરવા ગયો વનમાં રાવણ,
લીધું રૂપ અસુરે મૃગલાનું મન હરવા સીતામાનું,
ભિક્ષુક બની આવ્યો સીતામાતાના દ્વારે રાવણ,
ઓળંગી શક્યો ના દુષ્ટ લક્ષ્મણરેખા,
અંતે પાર કરાવી રેખા લઈ ભાગ્યો સીતામાને રાવણ,
ખબર પડી લક્ષ્મણ ને ક્રોધીત થયા અંગાર સમા,
કરી બેઠો મોટી ભૂલ તુ મૃત્યુને લલકાર્યુ છે રાવણ,
વાનરસેના લઈ કુચ કરી શોધવા સીતા માને,
હનુમાનજીએ સળગાવી લંકા, ભયભીત થયો રાવણ,
છળકપટ કર્યા, ધારણ કરી દશાનન લડ્યો,
અંતે હણાયો શ્રીરામચંદ્રના હાથે લંકા પતિ રાવણ,
