નવ દીપ જલાવીએ
નવ દીપ જલાવીએ
1 min
347
લો જીવનમાં નવ દીપ જલાવીએ,
દિવાળી પર્વને હર્ષોલ્લાસથી મનાવીએ,
ચિંતા, ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકારને ભૂલી,
આ શુભ પર્વથી આદર્શ જીવન શરૂ કરીએ,
ફાવી ગઈ છે ગેરસમજ સંબંધ તોડવામાં,
તેને સળગાવીને દૂર કરવા દીપક પ્રગટાવીએ,
જીવન મહી નિરાશાના અંધકારને દૂર કરવા,
પ્રકાશપર્વથી બુઝાયેલી આશાનો દીપ જલાવીએ,
ભૂલીને ભૂતકાળના હવે બધા વેર ઝેર 'નીરવ'
સહુ સાથે મળી પ્રકાશ પર્વની ઉજવણી કરીએ.
