મળતા નથી
મળતા નથી
નિ:સ્વાર્થ માનવી અહીં જોવા મળતા નથી,
માનવી કહેવાય તે માનવી અહીં મળતા નથી.
સંસ્કારો વારસામાં મળતા અમૂલ્ય જાગીર છે,
જે કોઈ હાટે વેચાતા મળતા નથી.
રાંકની મઢુલીમાં વૃદ્ધોનું ખાસ સ્થાન હોય છે,
તેમને વૃદ્ધાશ્રમ શોધવા પડતા નથી.
છાણ લીપાય છે હજુ પણ જયાં ભીંતોમાં,
ન હોય ધાન છતાં પણ ત્યાં જાકારા મળતા નથી.
જાય છે માયા પાછળ છેક મધ્ય દરિયે માનવ,
ને પાછા ફરવા કિનારા મળતા નથી.
દીનથી અમીર થઈને તું શું કરીશ વિચાર 'નીરવ,'
જયાં 'મા' જેવા પવિત્ર શબ્દને માન મળતા નથી.
