STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

સહિયર

સહિયર

1 min
348

દીકરી લાવ તારી આંગળી પકડી લઉં, 

તને મારાં હૈયાને હિંડોળે ઝુલાવી લઉં. 


નાની નાની આંગળી તારી, મારાં હાથમાં પકડી, 

કાલી ઘેલી વાતો કરતી તને સાંભળી લઉં. 


મારી લાગણીઓની તું હકદાર બની ગઈ, 

મારાં દિલનાં દરિયામાં એકાદ ડૂબકી દઉં. 


ન છોડું હાથ તારો અહીં સલામત કરી, 

દુનિયાની ખરાબ નજરથી બચાવી લઉં. 


મારાં આંગણાંની તુલસી બનીને તું આવી, 

હવે તને મનગમતાં શણગાર કરાવી દઉં. 


તું માટી થઈને ફરતી હતી મારી આસપાસ, 

તારા યૌવનનાં સૌંદર્યની ઘણી કાળજી લઉં. 


"સખી" પિયરની બુલબુલ મારી પિયુ સંગે ચાલી, 

તારી છલકાતી નજરોને દિલ મહીં ભરી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational