STORYMIRROR

purvi patel pk

Inspirational

4  

purvi patel pk

Inspirational

હેતાળ હેલી

હેતાળ હેલી

1 min
266

દિકરી મારી લાગણીઓની હેતાળ હેલી, 

એ તો જાણે મારા અંતર્મનની ડેલી. 


નવ મહિના મારામાં રહીને, એણે મને જાણી, 

બની ગઈ છે હવે મારા જીવનની સહેલી. 


કોમળ ડાળ પર જાણે, બેઠી ગુલાબની કળી, 

આંખો જોતી એની, દુનિયા નવીનવેલી. 


તરવરાટની ઘૂઘરીઓ પગમાં બાંધી ફરતી,

રુનઝુન ઝાંઝર રણકાવતી, આવે વહેલી વહેલી.


જિજ્ઞાસાના મોજા ઊઠે, મનમાં કેટલા સવાલ ઊઠે, 

એકીટશે નિરખતી રહેતી, જાણે પૂછતી નવી પહેલી.


ઝાકળ બુંદ બનીને એ તો, પાને-પાને સરતી, 

રુદિયે રણકતા સ્પંદન જેવી, રહેતી હંમેશા ખીલેલી.


દૂર દેશાવર ચાલ્યું ગયું, મારા ઘરનું એ અજવાળું,

હતી મારા ઘરમાં નિત્ય, એના પગલે જાહોજલાલી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational