STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

રોશન દિવાળી

રોશન દિવાળી

1 min
245

વ્હાલનાં બે શબ્દ કહો તો ઉજવાય દિવાળી,

સ્નેહની સરગમ વહાવો, તો ઉજવાય દિવાળી.

એકલતા કે સંગાથ, ભલે રહે જીંદગીનાં ભાગ,

લાગણીનાં બે શબ્દો કહો, તો ઉજવાય દિવાળી.

જીંદગીની ભાગદોડમાં ભૂલ્યાં સ્વજનોનો સાથ,

વાર-તહેવારે મળતાં રહો, તો ઉજવાય દિવાળી.

ખંખેરીને ઉદાસી, દ્રારે લટકાવો તોરણ આશનાં,

ઉમંગનાં તરવરાટે જીવો, તો ઉજવાય દિવાળી.

દીવડાઓ પ્રગટાવો ભલે એક કે હો અગણિત,

સમજણતણાં તેલ રેડશો, તો ઝળહળે દિવાળી.

આંગણ સજાવી રંગબેરંગી સાથિયા પૂરાઓ,

ભીતરે જ્ઞાનનાં દીપ પ્રગટાવો,તો રોશન દેિવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational