STORYMIRROR

Nisha Shah

Romance Tragedy

2  

Nisha Shah

Romance Tragedy

રેશમગાંઠ

રેશમગાંઠ

1 min
13.4K




રોજ સવારે નીકળતા

ન માંગે કદી એ રૂમાલ

ન માંગે કદી એ બેગ,

ન માંગે કદી એ પાણી.

એ માંગે રેશમગાંઠ કંઠહારની

જે બંધાતી મારા બે હાથ થકી.

ને વળી માંગે કંઠમાળ હંમેશા,

જાવા ટાણે મારા બે હાથની!

આ વાત નહિ આજની કે કાલની

આ તો ચીલાચાલુ ચાલતી વર્ષોથી.

પણ વિસરાઈ ગઈ એ કાળના વમળ મહીં.

જિંદગીની ઘટમાળ જેમ આગળ ધપતી ગઈ.

વાયા વર્ષોના વ્હાણા ને

વાત ફરી એ આવી યાદ

વેળા વસમી આવી જ્યારે

વિખૂટા પડવાની આજે!


લાડ લાડમાં ફરી એણે

માંગી એ ગાંઠ કંઠહારની

બાંધી દીધી ઝટપટ ઝટપટ

આનંદથી હરખાઈને મેં પણ

બીજી ઘડીએ એ છોડી દીધી

જરીક ગુંચવાઈને મેં

ને ગૂંથાઈ ગઈ બીજા

બેગ બિસ્તર બાંધવાને.

પુછ્યું એમણે કે આમ કેમ?

રિસાઈ ગઈ કે ગુસ્સે ભરાઈ?

બાંધી ગાંઠ છોડી કેમ?

વાત કાંઈઅઇ સમજાય ના!

મેં કહયું શું કરું તો !

ભૂલ ભૂલમાં બંધાઈ ગયું

મન મારું એની સાથે

છોડી દીધી તેથી જ તરત એ રેશમગાંઠ!



Rate this content
Log in

Similar gujarati poem from Romance