STORYMIRROR

Rekha Shukla

Romance Inspirational

3  

Rekha Shukla

Romance Inspirational

રે સખી

રે સખી

1 min
180

અમે રણ ના પનિહારી બળતા પગે દઈએ ટાઢક રે સખી

સફેદ પૂણીના હેવી ઢગલાં પાણીએ બંધાયા સખા રે સખી,


અમે તો વ્હાલ, સ્મિત, હેતની લાગણીએ સંધાયા રે સખી

એક ટૂંકા સમયની ઓળખમાં કેટલાય હરખાણા રે સખી,


જીવ્યા-મૂવા ના કોલ દીધા પરાણે વછૂટા પડ્યા રે સખી

શબ્દો કરે અરથને વ્હાલ, ઉછળી ઉમળકાની છોળો સખી,


લજ્જા આવે આંખોને, ઢળી પાંપણ વળી વ્હાલી રે સખી

કાચ બિલોરી તરંગ ઉચરે, નજરૂય અધરે ટાંપી રે સખી,


સરવા કાને ભાન ભૂલાયુ, ધક ધક ચાંપી હૈયે રે સખી

સખો મૂવો લાલ ચટક મધુરો સ્વાદ ભાળી ગયો રે સખી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance