STORYMIRROR

'Sagar' Ramolia

Classics

4  

'Sagar' Ramolia

Classics

રાવણો વસતા રહે

રાવણો વસતા રહે

1 min
17

બાહ્ય તો ફોડે ને મનમાં રાવણો વસતા રહે,

એમ આ જગમાં ઘણાયે રાવણો ભમતા રહે.


આભ હો' કે હો' ધરા, કયાંયે નથી બાકી જરા,

રાવણોની ટેવ એવી છે, બધે નડતા રહે.


બોલવામાંયે રહે છે ક્યાં અહીં બાકી કશું?

રાવણો એ વેણ કાઢે ત્યાં ઘણા મરતા રહે.


'ચાલશે'ની ભાવના રાખે ઘણી જ્યાં રાવણો,

બગડે છે ત્યાં બાળકો, આવું જો એ ભણતા રહે.


એમ 'સાગર' જો ગણીએ, રાવણોનો પાર ના,

એક ભાગે દૂર, અવતરવા ઘણા મથતા રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics