રાત
રાત
શ્વેત રંગની ઓઢણી ઓઢી, આવી આ રઢિયાળી રાત,
મહેકતી મલકાતી આવી રાત, લાવી ચાંદ તારા સાથેની મુલાકાત,
શીતળ ચાંદ આભે ચડ્યો લઈ તારાની ટોળકીને સાથ,
ચાલ સપનાની દુનિયામાં ભમીએ કરીએ દલડાની વાત,
આ અંતિમ રાત મારા માટે ઉત્સવ થઈ ગઈ,
પ્રીતમ સાથે અચાનક મુલાકાત થઈ ગઈ,
વિખરાઈ ગયા વાદળ ને દીદાર ચાંદના થયા,
દિલની વાતોની શબ્દોમાં રજૂઆત થઈ ગઈ.
