રામ
રામ
મને સહુમાં દેખાય મારો રામ, સંભાળીને ચાલજો,
રગ રગમાં રમે છે મારો રામ, સંભાળીને ચાલજો.
પથ્થરમાં રામ છે ને પાણીમાં રામ છે,
નજરથી દેખાય દરેક વસ્તુમા રામ છે.
ઝરણાંમાં રામ છે ને તરણામાં રામ છે,
એના વિના ઠાલું ને ઠામ આ જગ છે.
બિંદુમાં રામ છે ને સિંધુમાં રામ છે,
સૌના હૈયાની હામ એક રામ છે.
ભાવના રામ કૃપાલુ એ પ્રાણોના પ્રાણ છે,
એની કૃપાથી થતા સહુ કામ એ રામ છે.
