STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

રાખે છે

રાખે છે

1 min
546

મજાની જાતને બેહાલ રાખે છે,

ચડાવી રંગ આંખો લાલ રાખે છે,


ખબર તેને હશે ડફણાં પડે એવી,

લગાવી તેલ રીઢી ખાલ રાખે છે,


થવાનો હોય જાણે જાતિમાં બદલો,

ગધેડાં નાર જેવી ચાલ રાખે છે,


નથી નાણું છતાં દેખાવ છે મોટો,

ઘસીને અસ્તરો તે ટાલ રાખે છે,


ગતાગમ આમ તો ‘સાગર’ નથી ઝાઝી,

તમાચો જ્યાં પડે ત્યાં ગાલ રાખે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy