રાખ
રાખ
આ માટીથી તું યારી રાખ,
દિલથી જરા તું દિલદારી રાખ,
ચોટ ન પહોંચે કોઈને જુબાનથી
બસ, એટલી તું સમજદારી રાખ,
પહેચાન હોય બધાથી નોખી
એવી, ભીડમાં પણ તું કલાકારી રાખ,
જરા જેટલી જોશીલી જવાની
અરે ! બુઢાપાની પણ તું તૈયારી રાખ,
"નાના" દિલ બધાથી લાગતું નથી
પછી પણ જુબાન તું પ્યારી રાખ.
