STORYMIRROR

Tanvi Tandel

Children Inspirational

3  

Tanvi Tandel

Children Inspirational

રાજકુમારી

રાજકુમારી

1 min
619


પરીકથા સાંભળતી એક રાજકુમારી

આજ મોટી થઇ ગઇ.


પાંચીકા રમતી - ઢીંગલી રમતી

આજ ઘર ઘર સાચુકલું રમતી થઈ ગઈ.


નવના ટકોરે ખાટલાથી માંડ અળગી થતી

સૂરજ પહેલા અજવાળું પાથરતી થઈ ગઈ.


યુનિફોર્મમાં ગુલાબી રંગ ના જડતા, ફેંકી દેતી એ

સઘળાં રંગની કરચલી સૂલઝાવતી થઈ ગઈ.


કારેલાં માટે કચ કચ કરતી, દૂધ માટે નનૈયો ભણતી

રસોડું આખું સંભાળતી થઈ ગઈ.


ચોકલેટ માટે રડતી કકળતી, મેળામાં જવા જીદ કરતી

પરિવાર માટે સઘળું ન્યોછાવર કરતી થઈ ગઈ.


એક અલ્લડ, મસ્તીખોર, જિદ્દી રાજકુમારી

સ્નેહ - સમજણ - સંસ્કારની મૂર્તિ થઈ ગઈ.


ખરેખર, સૂરજની જાહોજલાલી સૌમ્ય ચંદ્રમા

બન્ને સમાવતી રાજકુમારી આજ મોટી થઇ ગઇ.


Rate this content
Log in

Similar gujarati poem from Children