રાજકોટવાસીનું કોરોના વેકેશન
રાજકોટવાસીનું કોરોના વેકેશન


કરી સમસ્યાનું સમાધાન મેં ઘર માં શહેર વસાવ્યું છે,
કંટાળા ને મારી ગોળી, ફરવા જવા મન ઉતાવળું છે.
મારા ઓરડાની સામેનો ઓરડો કીધો યાજ્ઞિક રોડ,
કરી સ્નાનગૃહ ને આજી ડેમ લગાવ્યું પાટ્યું "પાણી ન ઢોળ",
રસોઈઘર સામે નો ઓરડો કીધો નવો ૧૫૦ નો રીંગ રોડ,
ખુલ્લા અગાશીના મેદાનનું નામ દીધું ઉદ્યાન રેસકોર્સ,
સવારે રસોડું મારું ઈમ્પિરીલ પેલેસ, ને રાત્રે રાખ્યું ખાઉં ગલી,
એકવીસ દિવસનું વેકેશન માણું, પરિવાર ના બધાં સભ્યો સહિત,
કોરોનાને કીધું બાય બાય ટાટા ન મારશો રાજકોટમાં આંટા,
નહિ મૂકે પગ ઘર બહાર, ફાકી પાન સિગારેટ ના ભલે હો અઢળક વાંધા.