રાધા
રાધા
બહાવરી બનીને રાધા, ભમે કુંજ કુંજમાં,
દીઠો મારો શ્યામ, કહો ક્યાં મધુવનમાં.
સખી વૃંદા તે વનની વાટમાં,
એને શોધ્યો મેં જમુના ઘાટમાં.
સખી મહીડાંના માટ નથી ફૂટ્યાં,
મારા માખણીયાં આજ નથી લૂટ્યાં.
રંગભર્યા રાસે રમ્યા કેવા એની સાથમાં,
દીઠો મારો શ્યામ કહો ક્યાંય મધુવનમાં.
શ્યામ રાધાનો, રાધા છે શ્યામની,
કહે ગોપી સૌ ગોકુળ ગામની.
નયન કરી બંધ નીરખ, અંતરના દ્ધારમાં,
શ્યામ તારો શ્યામની રાધા, એ જ રૂડા સાથમાં!
