STORYMIRROR

Aswin Patanvadiya

Drama Fantasy

3  

Aswin Patanvadiya

Drama Fantasy

રાધા ઘેલો કાન

રાધા ઘેલો કાન

1 min
1.3K


ઓરે ! ઓ રાધા, તે શું રે કીધું ?

કાનાનું દલડું, તે ચોરી લીધું.

ઓરે ! ઓ રાધા...


રાત- દિવસ એ બંસી બજાવે.(2)

બંસી બજાવી એતો, તૂને બોલાવે.

બંસી બજાવી ગોકુલ ઘેલું કીધું.

ઓરે ! ઓ રાધા....


યશોદાનો કાન માખણ, ખાતો નથી,(2)

કેમ ગોપીઓની મટકી, ફોડતો નથી?

શીદ તોફાની કાનને, ડાહ્યો કીધો?

ઓરે ! ઓ રાધા...


નંદનો કિશોર, ધેનુએ જતો નથી,(2)

ને 'યશોદાનું કહ્યું, કાને ધરતો નથી.

તે નટખટ કાનને શીદ ઘેલો કીધો?

ઓરે ! ઓ રાધા...


Rate this content
Log in

Similar gujarati poem from Drama