પુત્રવધૂ
પુત્રવધૂ
આજે મારા અંતરમાં કંઈ, દિવ્ય લહેરીયો ઊડતી,
પુત્રવધૂ સરગમના સૂરથી પુણ્ય પગલા પાડતી.
નિતરતાં એ સ્નેહભર્યા નયનોમાં અમીરસ છલકે,
પુત્રવધૂની ભાવનાથી ઘરમાં હર્ષોલ્લાસ છલકે.
પુત્રવધૂ એ જીવન વેલીયે, અનુપમ અમીરસ સીંચ્યો,
ઘરમાં અજવાશ પાથરી, કુળમાં જ્ઞાન દીપ પ્રગટાવ્યો.
પુત્રવધૂની સ્નેહ સરિતામાં સ્નાન અહરનિશ કરતાં,
છુપાઈ ને ઘર માટે ઘસાઈ એ કલરવ મીઠાં કરતા.
પુત્રવધૂ ના મીઠા બોલે, આમ હૈયુ ભીંજાતું,
સ્નેહથી સભર આંખડીયોમાં, અમૃત શું ઊભરાતું.
પુત્રવધૂ વ્યવહારથી દિલના દારુણ દુઃખ હરતી,
સમય આવે ખરાબ તો, આત્મામાં અમી સિંચન કરતી..
