STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

પુસ્તક અમારું

પુસ્તક અમારું

1 min
346

પુસ્તક અમારું ગૌરવવંતુ

જ્ઞાન ની ભાષા શિખવે 

ઝરણું છે એ અવિરત વહેતું

શબ્દોની વાત સંભળાવે


જ્ઞાનનું એ છે સુંદર સપનું

સાકાર કરે છે મનનું સપનું

આગળ વધવા એ છે

પંથ સાથ સાથ રહી વાંચે સૌ


પુસ્તકની છે સુંદર પ્રાર્થના

મનની કરશે એ આરાધના

વાંચીને તમે આગળ વધો 

જીવનને પ્રગતિમાં બોળો


વાંચે બાળક વાંચે વડીલ 

વાંચે છે ગુજરાત

સૌની નજર છે પુસ્તક પર

એ છે પ્રગતિ નો પંથ


પુસ્તક વાંચી જ્ઞાની બનો

જ્ઞાનમાં વધારો કરો

પુસ્તક છે પ્રાણ તમારો

પ્રેમની વાત કરો


Rate this content
Log in

Similar gujarati poem from Children