STORYMIRROR

Krupa Soni

Drama

4  

Krupa Soni

Drama

પુરુષ

પુરુષ

1 min
548

નમણી નારની પ્રશંસા તો હંમેશ કરવાની

કરી છે કોશિશ ક્યારેય પુરુષ ને સમજવાની?


કોમળ હૈયા પર ધારણ કરી છે જવાબદારી,

વજ્ર સમાન છાતીમાં સંઘરી અનેક લાગણી


એમની લાગણી કહેવી, સમજવી છે અઘરી,

દંભ નહિ આ પુરુષનો એ તો એમની પ્રકૃતિ.


સ્ત્રીને ચાહવી એ માત્ર પુરુષની જવાબદારી

ખરું કર્તવ્ય છે સ્ત્રીનું પુરુષ પ્રકૃતિ સમજવી.


દરેક સ્ત્રી બને છે પતિના હૃદયની રાણી,

ક્યારેક તો સંભાળજો એમના હૃદયની વાણી.


વિકસાવજો એમના મન સાથે મૈત્રી,

સાંભળી શકશો અનેક વાતો વણ કહી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama