વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે


મારે મન ૧૪ ફેબ્રુઆરી નહિ,
તમારી સાથેની પ્રેમભરી વાતો કરું,
એ જ મારો વેલેન્ટાઇન ડે.
જ્યારે તમે મારો હાથ પકડી,
વીંટી પેરાવી ને જન્મજન્મના પ્રીતની સોગંદ લીધી,
એ જ મારો વેલેન્ટાઇન ડે..
હાથ પકડીને કુમકુમ પગલે,
તમારા ઘરમાં શાસ્ત્રોક્ત વિધિથી મને આવકારી,
એ જ મારો વેલેન્ટાઇન ડે..
પહેલી વખત સાથે મળીને,
એકમેકના માતાપિતાને પગે લાગી,
એમના સંસ્કારોની ધરોહર અપનાવીશું,
એવા મનોમન વચન આપ્યા,
એ જ મારો વેલેન્ટાઇન ડે.