મારી મા
મારી મા

1 min

540
કેવી રીતે શબ્દોમાં વર્ણવવું ?
અનાભિવ્યક્ત છે તારું ઋણ મારી મા,
કઈ દ્રષ્ટિથી તને નિહાળવી ?
અદ્રશ્ય છે તારી લાગણીઓ મારી મા,
કેવી રીતે કોઈ મને પજવી શકે ?
મસ્તક પર તારો હાથ છે મારી મા,
જયશ્રીકૃષ્ણથી પ્રભુ નામ લેવાય,
મારું જગત જયશ્રી શબ્દોમાં સમાય,
શા માટે તને ચિંતા સતાવે ?
જીવન તારું શોભાવિશ મારી મા.