મા
મા


સર્જનહાર જ્યારે ગૂંચવાયો હશે,
ત્યારે મા નું સ્વરૂપ અવતર્યું હશે...
અપાર શક્તિઓના પ્રવાહમાંથી,
એમણે મા નું સ્વરૂપ ઘડ્યું હશે...
સંતાનનું અસ્તિત્વ નિખારવા,
એમણે કેટકેટલું સહ્યું હશે...
ઈશ્વરમાં અપાર શ્રદ્ધા રાખી,
ભાગ્ય સાથે એ લડી હશે...
દુનિયામાં અવતરણ કરાવવા,
એ મોત સામે લડી હશે...