વિશ્વ શાંતિ
વિશ્વ શાંતિ


જો વિશ્વશાંતિની ચાહ હોય,
આત્મશાંતિથી શરૂઆત હોય,
ધૈર્ય, સાહસ અને સમર્પણ થકી,
આત્મવિશ્વાસ છલોછલ હોય.
સ્વાવલંબનનું તેજ હોય,
દ્રઢ નિશ્ચયનો રણકાર હોય,
સંપ અને સહકારના ભાવથી,
વૈશ્વિક કુટુંબનો પડઘો હોય.
પ્રભુના અસ્તિત્વની શ્રદ્ધાથી,
શિર હંમેશા નતમસ્તક હોય,
વિચારો જેના ઉન્નત હોય,
એમનું જીવન સાર્થક હોય.