STORYMIRROR

Krupa Soni

Tragedy

3  

Krupa Soni

Tragedy

બચપણની યાદ

બચપણની યાદ

1 min
251

સરખાવું હું મારા વર્તમાનને,

બચપણની મીઠી યાદો સાથે.


યાદ આવે અરીસો જોઈને,

બા મને કેવી તૈયાર કરે.


નિરખતી એ પળે એકાએક,

કેવું ફટાફટ બધું કામ કરે.


પૂછે મને બેટા, શું વિચારે?

બા, આટલું તું કેમ સંભાળે?


અજુગતા હાસ્યથી કહે મને,

સમયે બધું સમજાશે તને.


હસતા મુખે ફરજ નિભાવે,

યાદ એની આજે ખૂબ સતાવે.


નિહાળતી જે ચહેરો ત્યારે,

આજે એને જોવા તડપે,


કહ્યું હતું સમજાશે સમય આવ્યે,

એ શીખવતા ભૂલી ગયા હશે,

એની ખોટ વર્તાય ત્યારે મન સમજે કેમ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy