પરિચય
પરિચય
1 min
272
આપણાંથી અપરિચિત આપણે,
અન્યને પરિચિત કરવામાં વ્યસ્ત છીએ.
અનેક વ્યથામાં ગૂંચવાઈએલા આપણે,
ઘણી જવાબદારીઓથી ત્રસ્ત છીએ.
મળે જો સમય તપાસવાનો જાતને,
પારકી નીંદામાંજ મસ્ત છીએ ..
શું એવું ના થાય ? બધું ભૂલીને,
નવજીવનની અનેક તરાહો શોધીએ.
આતુરતાથી જિંદગીનું અવલોકન કરીએ,
વાસ્તવિક પ્રતિબિંબ નિહાળવા મથીએ.
જીવનના આબેહૂબ રંગોમાં તરબોળીને,
અવર્ણનીય જીવનચિત્ર આલેખીએ.
મખમલી હાથોડીથી જાતને કોતરીને,
બેનમૂન વ્યક્તિ શિલ્પ કંડારીએ.