પતિ પત્ની સોય દોરા જેવા
પતિ પત્ની સોય દોરા જેવા
પતિ પત્નીના સંબંધો હોય સોય દોરા જેવા,
એકબીજા વિના એ તો સાવ અધૂરા,
એક કરે બહાર નોકરી ધંધો,
બીજો આપે એની મુશ્કેલીમાં કંધો,
એક જાય ઓફિસની અંદર,
બીજી બનાવે ઘરને મંદિર,
એક લાવે તણખા વીણી,
બીજું માળો બનાવી જાણે,
એકબીજા વિના સાવ અધૂરા,
એકબીજા સાથે હોય સંબંધ મધુરા,
બંને સાચવે પોતાનો મળો,
વિશ્વાસ એવો કે, કોઈ ના કરી શકે કાંકરીચાળો,
એકબીજા સંગે એ જાય,
આખો હોય તો અરધો વહેંચી એ ખાય,
સમજે એકબીજાનું મહત્વ,
રાખે હૈયામાં એકબીજા માટે મમત્વ,
તડકો છાયો સાથે મળી માંણે,
ઘરને સ્વર્ગ બનાવી જાણે,
સંસારનું ગાડું સાથે મળી ચલાવે,
રિસાઈ જાય તો એકબીજાને મનાવે,
એકબીજા થકી છે તેનું અસ્તિત્વ,
એટલે જ બંનેનું સરખું છે મહત્વ.
