પથ્થરોને જો મળે વાચા
પથ્થરોને જો મળે વાચા
બેથ્લેહામમાં જન્મ લહાણી,
નાજરથમાં બાળપણ વિતાણી,
નવા ધર્મની સરમન અપાણી,
જેરુસલમમાં ગેથ્સેમણી.
ક્રોસ સઇ ચઢ્યા માઉન્ટ કેલવરી,
રોમનના નામે જ્યુએ હદ કરી.
માથે કાંટાંનો મુગટ,
હાથપગમાં લોહના ખીલાં,
ક્રાઇસ્ટના લોહીથી
નિર્ણયોની પ્યાસ છીપાણી.
પછી થયું ક્રુસીફીક્શન,
પથ્થરોએ પણ સાર્યા આંસુ,
ક્રિશ્ચ્યાનીટીની કરુણ પુરાણ રચાણી.
