STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

પશ્ચિમ

પશ્ચિમ

1 min
41

વિભાકર વિભાથી વસુંધરા સંતૃપ્ત સાંજે  

પશ્ચિમે સવિતા શયન કરવા સંધ્યા આંજે,


તેવા સમે પશ્ચિમે વળી તેજસ્વી શુક્ર ભાસે 

આથમે આદિત્ય પશ્ચિમ નભ ક્ષિતિજ વાસે,


પૂર્વ સામે તટ પશ્ચિમેં ઘૂઘવે અરબ સાગર  

જતા ઉત્તરે વટે વાયવ્ય વચ્ચે જલ ગાગર,


નૈઋત્ય થઈ આકાશ માર્ગે દક્ષિણે સિધાવો 

સારું નરસું ચકાસી પશ્ચિમી સંસ્કૃતિ વધાવો,


પશ્ચિમ ધરી પૃથ્વી પરિભ્રમણ ઉલ્ટી દિશા 

અસ્ત પામી દિવાકર ફરી ઉગે જીજીવિષા,


વિભાકર વિભાથી વસુંધરા સંતૃપ્ત સાંજે

ઉદય પામવા ઓજસ ક્યાંથી મિહિર માંજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract