STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Inspirational

4  

Vrajlal Sapovadia

Children Stories Comedy Inspirational

તર્ક, વિજ્ઞાન, સમૃદ્ધ જીવન અને ડેટાનો ડાયરો

તર્ક, વિજ્ઞાન, સમૃદ્ધ જીવન અને ડેટાનો ડાયરો

1 min
0

જો હું કરું ડાયરો, 

વિચારોનો હોય વાયરો, 

ઢોલ વાળાને ચોખ્ખે ચોખ્ખુ કહું, 

ભલે સાંભળે મારી વાત સહુ, 

તું એક બે તાલી દઈ, 

બેસી જા મારી સામે અંહી, 

આડો અવળો શોર નહીં,

કાન ફાડતો ઘોંઘાટ નહીં,

આખે આખું ભજન ગાઉં, 

વચ્ચે નહીં કરું હું  મ્યાંઉ, 

આડા અવળી કરું ના વાત, 

ના બિલકુલ રાજકારણ પુરી રાત, 

વાણીમાં હોય જો  વજન,

અને એ જ મારુ સાચું ભજન, 

વિચારમાં હોય જરૂરી ભાન,

ત્યારે ડાયરાને આવે શાન.

તાલ મળે ને તર્ક મળે,

તો જ ભયલા કઈંક ફળે,

કોઈ નેતાની ખુશામત નહીં,

કોઈ પક્ષની જાહેરાત નહીં, 

હસી મજાક તો કરવા પડે, 

થોડા એવા કે ના નડે, 

હું જોકર થઈ નહીં આવું, 

ડાયરે તો જ્ઞાનથી નહાવું, 

મારે ડાયરે ડેટાનું રાજ, 

ગપ્પાનું અહીં શું છે કાજ?, 

વાતે વાતે લગાવીએ તર્ક, 

બીજા ને આપણામાં આ તો ફર્ક, 

ભલે બોલશુ આખીય રાત, 

પણ કરશું કામની જ વાત, 

એટલે તો કરતા તા ડાયરો, 

બાકી ક્યાં ઓછા હતાં શાયરો? 

જો હું કરું ડાયરો, 

ભાંગી ને ભાગી જાય કાયરો,

મારા ડાયરાની મારી રીત,

જ્ઞાન અને તર્ક એ જ પ્રીત,

મારે ડાયરે વિજ્ઞાનની વાત,

અંધશ્રદ્ધાને બિલકુલ નહીં સાથ,

મારે ડાયરે જીવનની વાત,

સાંભળો ભલે ને આખી રાત,

ને દિવસે પછી લાગી જજો કામે, 

તો જ ચડશે કાઇંક તમારે નામે,

મારે ડાયરે ભવિષ્યની વાત,

માનવતાનો વધતો સાથ,

કાન ફાડે એવો ઘોંઘાટ નહીં, 

બસ મીઠો મધુરો સ્વાદ ને સાદ મંહી,

અંધશ્રદ્ધા કે ચમત્કાર નહીં, 

બસ વિજ્ઞાનનો સંવાદ અહીં,

એટલે તો કરતા'તા ડાયરો, 

બાકી ક્યાં ઓછા હતા શાયરો?

જો હું કરું ડાયરો, 

ભાંગી પડી ભાગી જશે કાયરો.



સામગ્રીને રેટ આપો
લોગિન