પર્યાવરણ
પર્યાવરણ
એ
આજ
આવ્યો રે
દિવસ જો
પર્યાવરણ
કરીએ જતન
ના પાણી વેડફીએ
ના અન્નને વેડફીએ
બચત વીજળીની કરો,
વૃક્ષો વાવો, વૃક્ષોને સાચવો,
વૃક્ષો આપશે, શુદ્ધ ઓક્સિજન
વૃક્ષો શોષે, કાર્બન-ડાયોક્સાઈડ
ટાળીએ જો પ્લાસ્ટિક કેરો વપરાશ
કાગદી, કાપડી થેલી કરો ઉપયોગ
તન મન સ્વસ્થ, પર્યાવરણનું રક્ષણ
આશિષ આપશે ધરા, અમૃતમય જીવન,
નાના નાના છોડ, જ્યારે બનશે મોટા વૃક્ષ
આપશે ફળ-ફૂલ, આપશે મોટી છાયા,
હરિયાળું રાજ્ય, હરિયાળું આ રાષ્ટ્ર,
સાઈકલ ચલાવો ને સ્વસ્થ રહો,
આરોગ્ય બચાવો મસ્ત રહો,
પેટ્રોલ બચે, લાભ થશે,
પ્રદૂષણ ઓછું થશે,
લીલો સૂકો કચરો
અલગ રાખજો
નદી તળાવ
સ્વચ્છ રાખો
જગત
મસ્ત
રે !
