પ્રવાસ કરું છું
પ્રવાસ કરું છું


દિવસ ને રાત તારી પ્રતીક્ષા કરું છું,
આમ જુઓ તો તારી પરીક્ષા કરું છું,
આવી શકાય તો આવી જજે બસ,
નકાર સાંભળવાનો હું ઇન્કાર કરું છું,
કસમ આપું છું મારી લાગણીની તને,
કસમ તું તોડજે, હું તને હુકમ કરું છું,
શું સત્ય, શું અસત્ય હતું એ બધું,
પ્રેમ છે મને, એનું જ હું પાલન કરું છું,
તારા જ તરફ જતાં હતા, મારાં રસ્તાઓ,
હવે બધી દિશાઓ નો હું પ્રવાસ કરું છું.