પ્રસંગ શુભવિવાહનો
પ્રસંગ શુભવિવાહનો
આવ્યો સુવર્ણ અવસર પીયુ સંગ મિલનનો,
સાજન સજની સજ્જ પ્રસંગ શુભવિવાહનો,
હસ્તમેળાપ થકી અગ્નિસાક્ષીએ વચન આપી,
લેવાય મંગલફેરા માણે સૌ પ્રસંગ શુભવિવાહનો,
લગ્નગીત ફટાણાની રમઝટ જામી આંગણે,
મોંઘેરા મહેમાનથી શોભે પ્રસંગ શુભવિવાહનો,
અંતરપટ રાખી ગોર મહારાજ મંગલાષ્ટક ગાયે,
જોડી લાગે શંકર પાર્વતી પ્રસંગ શુભવિવાહનો,
ગળામાં મંગલસૂત્ર અને કુમકુમ કેસરની આડ,
સોહે સોહાગણ રૂપે સજની પ્રસંગ શુભવિવાહનો,
વડીલોનાં આર્શીવાદ લઈ ગણેશજી પાય લાગી,
વરવધૂનો થાય ગૃહપ્રવેશ પ્રસંગ શુભવિવાહનો,
કંકુ પગલાં પાડી, અરમાનો સાથે લઈને સજની,
સાજનની બાંહોમાં સમાય પ્રસંગ શુભવિવાહનો.

