STORYMIRROR

Chirag Padhya

Fantasy Tragedy

3  

Chirag Padhya

Fantasy Tragedy

પ્રશ્ન

પ્રશ્ન

1 min
14.2K


માણસ માણસાઈ વચ્ચે જંગ ખેલાઈ જાય છે,

નીતિ અનીતિ વચ્ચે માણસ ખોવાઈ જાય છે.


જવાબ નથી મળતા કદી જિંદગીના સવાલોના,

પ્રશ્ન અને ઉત્તર વચ્ચે માણસ પીસાઈ જાય છે.


સત્કર્મથી દુષ્કર્મ વચ્ચે જિંદગી જીવાઈ જાય છે,

રસ્તા અને મંઝિલ વચ્ચે કદમ રિસાઈ જાય છે.


ઉત્તર જેના શોધી રહ્યા એ પ્રશ્ન જ બદલાઈ ગયા,

પ્રશ્ન અને ઉત્તર વચ્ચે માણસ પીસાઈ જાય છે.


સવાલોની મહેફિલ મહીં સંબંધો કટાઈ જાય છે,

જવાબોની વાટ જોતા પ્રશ્ન જ ઉલટાઈ જાય છે.


જિંદગી એક પ્રશ્નાવલી ના બની જેની ઉત્તરવહી,

પ્રશ્ન અને ઉત્તર વચ્ચે માણસ પીસાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy