STORYMIRROR

Rutambhara Thakar

Romance Others

3  

Rutambhara Thakar

Romance Others

પ્રણય

પ્રણય

1 min
240

પ્રિત મારી છે પડછાયા જેવી,

સતત હોય સાથે છતાંય જાણે કે નહીં જેવી !


કોને ખબર, કોણ કોની પ્રીતમાં રહેંસાય છે,

કોને ખબર, અહીં એક તરફી પ્રેમમાં, 

કોણ ભીંસાય છે.


ખરું કહું તો સંબંધોને મેં પ્રેમ નામ આપ્યું છે, 

પ્રીતના પડખાંમાં બેસીને હળાહળ 

ઝેર પણ ચાખ્યું છે !


આ તો પુછ્યું એટલે કહું છું,

આજે વસંતની વધામણી વખતે

પ્રીતને પ્રણયનાં નામે લખું છું,  


બાકી એમનાં ભરોસે,

મેં મારું બધુંજ અધ્ધર રાખ્યું છે,

જવાબ મારો છેવટ સુધી એક જ હશે,


આ તો માણસાઈને નામે 

મેં બરકરાર રાખી છે પ્રીત,

લાગણીઓને વહેંચીને 

મેં તેજતર્રાર રાખી છે પ્રીત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance