STORYMIRROR

Vandana Patel

Abstract Inspirational

3  

Vandana Patel

Abstract Inspirational

પ્રણય- વિરહ- વેદના

પ્રણય- વિરહ- વેદના

1 min
188

જુઓ ને ! પ્રણયની યાદ હેલી બની,

કેવી હું તો તારા પ્રેમમાં ઘેલી બની,


કોણ જાણે કેવો છવાયો જાદું મોરલીનો,

રાધા સહે વેદના, ભાર હૃદયની પીડાનો,


વિરહમાં ગાંડા થયા મીરાં ને નરસૈંયો,

બંનેની નૈયા પાર લગાવે વ્હાલો કનૈયો,


ભક્તિની ધૂનમાં પ્રણય કર્યો સાચોસાચ

વિરહમાં ઝૂરી વેદના હૃદયે ભરી ખચેખચ,


એમની જ મસ્તીમાં ઝૂમ્યાં ને ભમ્યાં આ ભક્તજનો,

કોણ શું કહેશે, એ ચિંતામાં ન રાચ્યાં આ ગુણીજનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract