પરમ સાથે પ્રિત...
પરમ સાથે પ્રિત...
કેટ કેટલા આકારો ચીતરાય સ્વપ્નમાં નિરાકારના
ને સોપાન એકેય મળે જ નહિ મનને સ્વીકારના
હવાને પવન ધક્કા મારી મારીને હડસેલે પણ ક્યાં
ને તરંગો રચાય જાય અદ્રશ્ય સઘળાં ધિક્કારના
મંઝિલ જેવું કંઇક ધૂંધળું ભાસે ધુમ્મસની પેલે પાર
ફૂટ્યા અંકુરો પછી હકીકતના આંખોમાં સાકારના
સમય ચાલ્યો ગયો આ દઈ હાથતાળી એક યુગને
ફૂલ પણ મુરઝાયા સઘળાં હવે મારી મજારના
ને આ કાંકરીચાળા જેવો અટકચાળો એનો મને
મને ખરીદવામાં ભાવ ઉતરી ગયા સઘળા બજારના
"પરમ" સાથેની પ્રિત આ દોડનો "પાગલ" ઠહેરાવ
કેવા શુભ પરિણામો હોય છે ખુદ સાથેની તકરારના