STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

પ્રકૃતિ વિનવે માનવીને

પ્રકૃતિ વિનવે માનવીને

1 min
122

આ પ્રકૃતિ વિનવે માનવીને,

ના કરો મને પ્રદૂષિત,

આ ચોખ્ખી હવા તન મન તંદુરસ્ત રાખે,

જીવનને આનંદમય બનાવે,

રોગને રાખે દૂર,

ના કરો આ હવાને પ્રદૂષિત,

કુદરતી સૌંદર્ય અને નૈસર્ગિક વાતાવરણને,

ના કરો પ્રદૂષિત,


તન મનને એ તાજગી બક્ષે,

ઉતારે તમારો માનસિક થાક

પર્યાવરણને ચોખ્ખું રાખો,

ગમે આંખોને એવો રાખો સુંદર નજારો,

વધુ પૈસાની લાલચમાં ખેતરોનાં

ના કરો પ્લોટ,

પછી વરસાદ આવશે ક્યાંથી લોટ ઓફ ?


ધરતી પર વૃક્ષો વાવો,

આંખોને ગમતો સુંદર નજારો લાવો,

સફાઈ કરો આ તનની,

સફાઈ કરો આ મનની,

સફાઈ કરો આ શેરીની,

સફાઈ કરો આ ગામની,

આ શહેરની આ દેશની,

સ્વચ્છતામાં છે પ્રભુનો વાસ,

મનમાં થશે સુંદરતાનો આભાસ,

મળશે સુંદર વિચારોનો સહવાસ,


સુંદર બનશે જીવન નો પ્રવાસ,

સુંદર બનશે તમારો આવાસ,

થશે ત્યાં પ્રભુનો નિવાસ,

મનમાં આવશે ભરપૂર વિશ્વાસ,

કિંમતી બનશે દરેક શ્વાસ,

સફળ બનશે તમારો જીવન પ્રવાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy