પ્રકૃતિ શોભતી
પ્રકૃતિ શોભતી
લીલા રંગે પ્રકૃતિ શોભતી રે
પર્યાવરણ વિકાસની બહું માંગ રે,
પ્રકૃતિ થકી સૌ સજીવ રે
પ્રકૃતિ વિના સૌ વિનાશ રે,
હરિયાળી થકી દેશ વિકાસ રે
ખેતી થકી થાય સમૃદ્ધિ રે,
પક્ષી આંગણે કિલ્લોલ કરતાં
ઝાડે ઝાડે કરે કૂદાકૂદ રે
ગુલાબી રંગ સ્ત્રીનો માનીતો રે
સ્નેહ માયાથી સૌને પોતાના બનાવે.
