પરખાય વ્યક્તિ વાણી, વર્તન થકી
પરખાય વ્યક્તિ વાણી, વર્તન થકી
હે,જી,
મુખ હોય જેના મલકતાં જેના હૈયે રૂડા હંસલા હોય,
વાણી વર્તન જેના ઊજળાં, એવા જણનું સદા સન્માન જગમાં હોય,
હે,જી,
સ્નેહ સૂકાયો જગતમાં સ્વાર્થી વ્યક્તિ કરે છે આજે કપટ ઘણાં
પીઠ પાછળ છૂરો ભોંકે ઘણાં, માનવતાને મારી કરે ઝાઝાં પાપ,
જો, ને,
દુઃખમાં જે દેતો સાથ સદા, સ્વાર્થ જેય જેના ઉરમાં ન હોય
નિ:સ્વાર્થ સ્નેહથી હોય છલકતો, એવો જણ જગમાં શ્રેષ્ઠ હોય,
હે, જી,
સમય વિરુદ્ધ પણ હાલે ફક્ત ત્રણ, સતી શૂરા ને સાચા સંત
દુઃખની જેને જરીય પરવા જ નહીં, હિમાલય જેવા અડગ જેના મન,
હે, જી,
મુઠ્ઠીમાં મોતને લઈને હાલ્યા શુરવીરો મા ભોમની રક્ષા કાજ
ઊજળાં ધાવણ ઈ જનની કેરા, જ્યાં નીપજે રતન સાક્ષાત.

