પ્રજાસત્તાક
પ્રજાસત્તાક
છવ્વીસમી જાન્યુઆરી આવી
પ્રજાના હાથમાં સત્તા લાવી
જવાનો એ બલિદાન આપી
તિરંગાને જંગી શાન અપાવી
જેલો વેઠી લોહી વહાવી
આઝાદીની જ્યોત જલાવી
દેશ પ્રેમની ધૂણી ધખાવી
ગુલામીથી મુક્તિ અપાવી
આંબેડકરે ધૂણી ધખાવી
બંધારણની કલમ ચલાવી
વિશ્વનું મોટું બંધારણ બનાવી
પ્રજાના હાથમાં સત્તા અપાવી
