પ્રિયતમા
પ્રિયતમા
જીવન કેરા પંથમાં સાથ નિભાવતી પ્રિયતમા,
વિપત્તિઓ સામે લડી સાથ આપતી આ મનોરમા,
સુખની ઘડીઓમાં સાથીને દુઃખ સમયે બને ઢાલ,
પોતાના પ્રિયતમને જ માનતી આપે સદાય વ્હાલ,
જોઈ તેનો વદન દેખાય ચંદ્રમા શી નોખી ચાંદની,
હોય ઓજસ તેના લલાટે ને મસ્ત હોય મૃગનયન,
ખનકાવે ઝાંઝર ખેંચવા ધ્યાન તેના મનમિતનું,
ઘાયલને થાય આશિક ભાન કરાવે તેને પ્રીતનું,
હર કોઈ દિવાનું તેના કાળા, લાંબા ઘાટા કેશનું,
થઈ જાય દિવાના તેના વસ્ત્ર,આભૂષણને લટનું.

