પ્રિયતમા
પ્રિયતમા
અમાસની આ અંધારી રાતમાં,
અદૃભૂત ચાંદની રેલાઈ ગઈ,
વાલમ તારા આગમનની સાથે,
શેરીઓમાં રોશની ફેલાઈ ગઈ,
સોળે શણગારમાં તુજને જોઈને,
મારા મનના મયૂરને નચાવી ગઈ,
છૂમ છનનનનન પાયલના નાદથી,
પ્રેમના તરંગો દિલમાં લહેરાવી ગઈ,
ક્યાં છૂપાઈ હતી પ્રિયતમા મારી,
અચાનક પરત આજ આવી ગઈ,
તારો સૂરીલો અવાજ સાંભળીને,
પ્રથમ મિલનની યાદ આવી ગઈ,
ચાલી ગઈ હતી તું મુજને છોડીને,
પ્રેમની ગઝલ પણ અધૂરી રહી ગઈ,
પરત તુજને આવેલી જોઈ "મુરલી",
અધૂરી ગઝલ મારી પૂર્ણ થઈ ગઈ.

