પ્રિયતમ પ્યારો
પ્રિયતમ પ્યારો
મધુસૂદન સમ પ્રિયતમ મારો
શ્યામ સરીખો વાલમ
યમુના કિનારે કદમ ડાળે
વાંસળી વગાડે વહાલો.
મીરાંનો એકતારો બોલે
"ગિરિધર શ્યામ હમારો"
ગોપી સંગ રાસ રચાવે
ગિરિધર પ્રિયતમ પ્યારો
હરિ પ્યાસી મીરા કહે ગોવિંદો મારો.
રાધે રાધે રટતો રહેતો
ગોવિંદ પ્રિયતમ પ્યારો.
શ્યામ રાધાનો ,મીરાંનો મોહન
ગોવિંદો પ્રાણ અમારો
મધુસૂદન પ્રિયતમ પ્યારો
રાધેશ્યામ પ્રિયતમ મારો
