પરિવાર સાથે રહીએ
પરિવાર સાથે રહીએ
મારો પરિવાર મારો પૂરક છે
તે કંઈક બાબતનો સૂચક છે,
મારો પરિવાર મારો આધાર છે
તે કંઈક બાબતમાં શાનદાર છે,
મારો પડછાયો મારો પરિવાર છે
જે દરેક કાર્યોનો હમરાજ છે,
મારો પરિવાર મારો છાયો છે
જે મારો મુખ્ય પાયો છે,
મારો પરિવાર ભાવનાનો સાક્ષી છે
જે સુખ દુઃખનો સાથી છે,
મારો પરિવાર મારું જીવન છે
જે બારેમાસ સજીવન છે,
મારો પરિવાર મારું ગૌરવ છે
જે સદા સૌરભ સૌરભ છે.
