STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Children

3  

ASHOK PETHANI 'SNEHI'

Children

પરીઓ તો લાગે રૂપાળી રે

પરીઓ તો લાગે રૂપાળી રે

1 min
185

પરીઓ તો લાગે રૂપાળી રે

પચરંગી પાંખોવાળી રે,


પરીઓના દેશમાં ઊડતાં પતંગિયા

પરીઓની સાથે રમતા પતંગિયા

પરીઓતો પતંગિયાની પ્યારી રે

પચરંગી પાંખોવાળી રે,


પરીઓના દેશમાં ચમકે ચાંદલિયો

ચાંદાની પાસે ટમકે તારલિયો

પરીઓતો ચાંદાથી એ પ્યારી રે

પચરંગી પાંખોવાળી રે


પરીઓના દેશમાં સોનેરી ભાત છે

સોનેરી ભાતમાં પરીઓની વાત છે

પરીઓતો જગ આખાથી ન્યારી રે

પચરંગી પાંખોવાળી રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children