પરીના પપ્પા
પરીના પપ્પા
હા, હું પુરુષ છું, હું પણ એક માનવ છું,
મારે પણ છે એક રુંદિયુ,
પણ આ સંસાર તો છે એક માયાજાળ,
ફક્ત કરે વિચાર પોતાનો જ.
પુરુષની વ્યથા કોઈ જાણી શક્યું નથી,
અને તે જાહેરમાં રડી શક્યું પણ નથી,
મન મોટું રાખી, રાખે બધાને ખુશ.
એમાં પણ આવે પહેલા સંતાનમાં પરી,
અરમાન બધા પૂરા કરે પરીનાં,
હસે પરીને ખુશ થાય બાપ.
ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં પરી થઈ જાય મોટી,
આવે વિદાય વેળા,અને પુરુષની વ્યથા,
જાણે અજાણે થઈ જાય છતી.
અને હૈયા ફાટ રોઈને દીકરીને પાય વિદાય,
પુરુષની વ્યથા જાણી શક્યું ના કોઈ.
