પરિભાષા સ્ત્રીની
પરિભાષા સ્ત્રીની
અનુપમ કૃતિ ઈશની, પરિભાષા છે સ્ત્રીની !
આજે પણ પુરુષપ્રધાન હોય ભલે દેશ ;
જો એ સમજે પરિભાષા સ્ત્રીની લેશ !
હતી ઉક્તિ એવી 'સ્ત્રીની બુધ્ધિ તો પગની પાનીએ';
'યત્ર નાર્યેસ્તુ પુજ્યન્તે તત્ર રમન્તે દેવતા:'ની
યુક્તિ પણ જાણીએ !
થશે જો અત્યાચાર એના પર અસહ્ય જ્યારે;
બનશે 'રણચંડી' જન્મજાતની શક્તિ જાગૃત થશે ત્યારે !
ફસાવાશે જો છળકપટથી એને પ્રેમજાળમાં;
બની સજાગ, દેશે મ્હાત યુક્તિથી આજ જન્મમાળમાં !
રંગ લાગશે જ્યારે એને જો ભક્તિરસનો;
નમ્ર ને શૂરાતનનો છે એ ઐશ્વર્ય પ્રેમરસનો !
ફરજ નિભાવતા નથી એ એના હક્કની મોહતાજ;
એ તો છે ભક્તિ-શક્તિ-યુક્તિના સંગમનો સિરતાજ !
છે સત્ય કે, સ્ત્રી રક્ષિત સજ્જન પુરુષ થકી;
સ્વજીવનના કાવ્યથી જ તો ધાર્યુ એ કરી શકી !
કહેવાય છે કે, સ્ત્રી-પુરુષ એકબીજા વિના અધૂરા;
સંગે બન્ને જો 'સ્વપ્નીલ',
તો થાય સમર્થ સ્વપ્ન મધૂરા !
